પરિવારનું સભ્ય હતું.... ઝાડ
અચાનક એક ઘટાદાર ઝાડ
સૂકાઈ ગયું ...
મેં ધીરેથી એ કહ્યું ", દોસ્ત થોડા
સમય પહેલા આવ્યો ત્યારે તું હસતો હતો..
વાયરાની સંગાથે ડોલતો હતો.
તરસ્યાને પાણી મળે અને જે હાશકારો થાય
એવો તારો ઘેઘૂર છાંયો હતો....
આહા....પારેવા, ચકલીઓ ,પોપટભાઈ
જાણે લગ્નના ગીત ગાતા સંભળાતા ...
નાના બચ્ચાઓની કીકીયારીઓ સંભળાતી...
આખે આખો તું દિવાળીના તહેવાર જેવો
હસમુખો લાગતો !
આજ અચાનક ,
તારા આંસુઓ છેક મૂળિયે સુધી
તારા અંગે અંગો શુષ્ક અવસ્થામાં...
તારું હાડપિંજર શરીર ...
ઝાડે પોતાના આંસુઓ લૂછી પ્રત્યુતર
આપતા કહ્યું ," અંશુ , તને મારી સામેનું
ઘર દેખાય છે એમાં હસતું , ખીલતું એક કુટુંબ રહેતું ,
જે આજે શહેરમાં જઈ વસે છે . ....
અંશ ખીમતવી
No comments:
Post a Comment