Friday, December 18, 2020

પારકો


હું તને જાણું છું તું મને ભૂલી
નહિ હોય,
તું ક્યારેય મને ભૂલી નહિ શકે અને
મને એ વાતપર પૂર્ણ વિશ્વાસ છે
હું શું કહું
સાંભળ..
તું સવારે વહેલી ઉઠતી હશે ,કડકડતી ઠંડી
છે પેલું ટોપા વાળું ઝેકીટ પહેરી રાખજે પ્લીઝ..
નહિ તો શરદી થઈ જશે
આમે તારું નાક તો લાલ થઈ ગયું હશે
સાચુને?
અને તારે એટલુ બધું કામ શું હોય
બે જણ તો છો .
એટલે ઘણી વહેલી ન ઉઠતી..
હું
બીજું તો શું કહી શકું
અળગો રહી ને
અને એ પણ સાવ પારકો થઈ ને!

-અંશ ખીમતવી...

No comments:

Post a Comment