લેખ : - વિચાર કઈ રીતે અસર કરે ?
સામાન્ય રીતે વિચાર એક માઈન્ડની જ પ્રક્રિયા છે. વૈજ્ઞાનીક રીતે જોઈએ તો માઇન્ડના બે પ્રકાર છે જાગૃતમન અને અર્ધ જાગૃત મન. મન એ અદશ્ય સ્વરૂપ છે જેમ હવા દેખાતી નથી પણ એ છે એમ મન દેખાતું નથી પણ એ છે. એ રીતે મનના પ્રકાર બે તો કોઈએ ત્રણ પણ પાડ્યા છે. લગભગ એ બધી સામાન્ય માહિતી આપને હશે જ પણ આજે વાત કરવી વિચાર માણસને કઈ રીતે અસર કરે છે? આમતો રોજિંદા 60000 જેવા વિચારો માણસને આવતા હોય છે પણ એ ક્યાં જતા રહે છે કેવી રીતે જતા રહે છે એ ખબર પણ નહિ પડતી હોય કારણ કે આપણું માઈન્ડ રોજ ક્રિયા માટેનું સેટ હોય છે. તો એ પ્રકારે વિચારો વિલીન થઈ જતા હોય છે.
તેમ છતાં અમુક વિચારો ,વિચારો તો અતિશયોક્તિ થઈ પડશે પણ ફક્ત એક વિચાર કઈએ તો પણ ઘણું છે માણસને પછાડવા માટે એક વિચાર પણ કાફી છે અને માણસને સફળતાની આસમાને પહોંચાડવા માટે પણ એક વિચાર કાફી હોય છે.ઇચ્છનીય અને અનિચ્છનીય વિચારોમાંથી અનિચ્છનીય વિચાર ક્યારેક શાપરૂપ બની જતો હોય છે.ધારો કે A એક વિચાર મનમાં સ્ફુર્યો. અને જો એ વિચાર વિકૃત ભાવ દર્શાવતો હોય જે અનિચ્છનીય હોય અને સાથે આપણો ભાવ પણ એમાં ભળી જાય તો પછી એ વિચાર આપણને અસર કરતો હોય છે. ધારો કે રસ્તાપર ગાડીઓ જાય છે એક છોકરો કહે છે આ ગાડી મારી અને બીજો કહે છે આ ગાડી મારી. ગાડી એ વિચાર છે એમાં હું પણાનો ભાવ જોડાય છે અને પછી એ વિચાર સાથે તાદાત્મ્ય જોડાય છે અને બન્ને છોકરા લડી પડે છે .આમ આ રીતે વિચાર રસ્તાપરથી જતો હોય અને તેની સાથે તાદાત્મ્ય જોડાતા વિચાર અને ભાવ ભળીને અસર કરતો હોય છે.પછી મૂળ વિચાર તો ગાયબ થઈ જાય છે પણ બીજી અનેક વિચારોની શાખાઓ ફૂટતી હોય છે એ જ વિચારોની હારમાળા માણસને અસર કરતી હોય છે.કારણ રૂપ તો મૂળ વિચાર જ છે. ઓશો તો ફક્ત સાક્ષીભાવે જોવાનું કહે છે તો જ વિચારોને ઓગાળી શકીશું.
વિચારોને કોઈ રોકી શકે એમ નથી કારણ કે માઈન્ડ નું કાર્ય જ વિચાર કરવાનું છે.પણ સાક્ષીભાવથી વિચારોથી પર જઈ શકાય છે. અને એક શાંત ચિત નો જન્મ થઈ શકે છે.
- અંશ ખીમતવી
No comments:
Post a Comment