Tuesday, January 7, 2020

જિંદગી હિલોળા ખાઈ રહી છે,
દરિયા પાર જશે કે કેમ ?
તું મારી નાવમાં બેઠી તો હતી,
પણ એક બે હલેસા મારીને
તું તારા મુકામે ઉતરી ગઈ
અને
મને અટૂલો મૂકી દીધો મધદરિયે !
જ્યાં સુધી શ્વાસ ચાલશે હલેસા તો હું
મારે રાખીશ ,
પણ લાગતું નથી કે દરિયે પાર જશે,
કારણ કે
નાવડીમાં કાણું તો હતું નહીં !

- અંશ ખીમતવી

No comments:

Post a Comment