એક ભિખારણ
આજીજી કરતા " બાપા, આલોને કાંઈક
બહુ ભૂખ લાગી છે"
એના ચહેરાપરથી એવું લાગતું હતું કે
જો એક મિનિટમાં એને ખાવાનું નહિ મળે તો
કદાચ એ ઢળી પડશે !
ભાઈએ એક ડીસ ભરીને ખાવાનું
એના હાથમાં મૂક્યું ,
મૂકતા ભેર જ એ ઉતાવળા પગે હરખભેર
ખુશીઓના આસુંડા પાડતી લાંબા પગે ચાલી નીકળી.
અને હું વિચારમાં પડી ગયો
કે એને કોળિયો મોમાં કેમ ના મુક્યો ?
જવાબ મને ત્યારે મળ્યો કે જ્યારે ઘર તરફ વળતા
ઝૂંપડીમાં બાળકો ભિખારણ સંગ હસતા નીરખ્યા....
ત્યારે મારી કલમ બોલી ઉઠી વાહ ! માં વાહ !
અંશ ખીમતવી
No comments:
Post a Comment