આખરે કેટલા દિવસ
રોદણાં રડવાના !
સમય કોઈની રાહ નહિ જોતો
એ ભાગ્યા કરે છે તીવ્ર ગતિએ,
આજ તમે યુવાન છો , વૃદ્ધ થઈ જશો !
માટે રથની પાછળ બેસવાનો આ ટાઈમ નથી ,
આ ટાઈમ યુદ્ધ કરવાનો છે
લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે
જિંદગી બનાવવાનો છે
ન હાર , ઊભો થા
જો હિમાલય થરથરે !
તારી મક્કમતાની હાકથી,
રોમે રોમમાં દિવ્યશક્તિનો સંચાર થયો
જો
પૂર્વમાં નવી જિંદગીનો સૂર્યોદય થયો.
અંશ ખીમતવી
No comments:
Post a Comment