ઘા ....
ઘણા એવા ઘા હોય છે જે ક્યારેય રુજાતા નથી. ઘા ઘણા પ્રકારના હોય. કોઈને પ્રેમ નો ઘા . કોઈને દગા નો ઘા.. મિત્રનો ઘા જે એવા સમયે ને એટલા ઊંડા લાગે કે એની કોઈ સીમા નથી.. ઘા મૉટે ભાગે પોતાના જ આપતા હોય છે . અને પોતાના ઓ એ આપેલા ઘા ક્યારેય રુજાતા નથી. પણ ઉભરાય આવે છે. ઘણા એવા માણસો હોય કે એ પોતાની જાતને મહાન સમજતા હોય છે એતો ઠીક પણ એથી એટલા અભિમાનમાં આવી જાય કે વાત ન પૂછો. એ સમયને જાણે ખિસ્સામાં રાખી ફરતા હોય . પણ એને ખબર નથી કે સમય કોઈનો સગો નથી. સમય પલટી ખાય છે ત્યારે રડી પણ શકાતું નથી. એટલે એક વાત તો યાદ રાખવી કે કોઈનું સારું ન કરતાં આવડે તો કઈ નહિ પણ ખરાબ તો ન જ કરવું. કારણે આંતરડી જ્યારે કકળે છે ત્યારે એ કોઈની સગી નહિ થાય અને આરપાર નીકળી જાશે. તારા અહમ ના ચૂરે ચૂરા થઈ જશે.
આજે તું હવામાં ચાલે છે . પણ કાલે એવા સમયે પણ આવશે કે સરખો ચાલી પણ નહીં શકે.રાવણ જેવાં રાવણને પણ હથિયાર નીચે મૂકવા પડયા હતા. કોઈ વ્યક્તિએ આપણ ને ઘા આપ્યો હોય ત્યારે એ વ્યક્તિને જોતા જ આપણો ઘા ઊભરાઈ આવે છે.ઘા આમતો રૂજાશે નહિ પણ હા જો તમે ક્ષમા માંગો તમે એનો વસવસો કરશો તો એ ઘા ને ઠંડક જરૂર પહોંચશે. વિશેષ કહી નથી કહેવું ...એ ક કહું કે ઘા કોઈની આપતા નહિ નહિ તો જિંદગી તમારી રૂજાશે નહિ....
અંશ ખીમતવી
No comments:
Post a Comment