Friday, February 2, 2018

બાળગીત

બાળગીત...

અમે નાનાં નાનાં બાળકો ...
અમેં નાનાં નાનાં બાળકો ....
અમે લંગડી દાવ રમતા ....
અમેં ફેર ફૂંદરડી ફરતા ...
                 અમે નાનાં નાનાં  બાળકો .....

અમેં બાગમાં હરતા ફરતા...
અમેં હીંચકે ઊંચે ઝૂલતા ...
અમેં ફૂલની ફોરમ સૂંઘતા.......
 અમેં છોડને પાણી પાતા....
                   અમે નાનાં નાનાં  બાળકો.....

અમે શાળા એ ભણવા જતા ...
અમે પાઠ નિત નવા શીખતાં
અમે પાંચ વાગે છૂટતાં.....
અમે ઘરે પાછા આવતા . ....

અમે નાનાં નાનાં બાળકો ...
અમે નાનાં નાનાં બાળકો ...

અંશ ખીમતવી
2/2/2018

No comments:

Post a Comment