Tuesday, January 30, 2018

અછાંદસ

સમજાતું નથી.

જિંદગી ક્યારે મોડ બદલી લે એની ખબર  પડતી નથી.....
ઘણી વાર લાગે કે આ કાર્ય તો હું કરતો જ નથી છતાં કરવું પડે છે
કોઈક છે જે કર્તા બનાવે છે.
આકાશમાના વાદળો ઊડતા હોય એમ ક્યારેક ઘટનાને જોઈ  રહેવું પડે છે
આ જ તો લીલા છે
ને એ ઈશ્વર કરાવે છે  કારણકે એને પણ ફિલ્મમાં મસાલો નાખવો હોય ને ....
જિંદગી ને જીવાડવાની હોય ...
તો  ખેલ તો ખેલવા જ પડે   
સુખ , દુઃખ ,
અને જીવન મૃત્યું
અને એ વચ્ચે તો ઘણું બધું
બસ જે થાય એ જોયા કરો
જીવ્યા કરો ...
આ બધું શુ છે સમજાતું નથી !

અંશ ખીમતવી

No comments:

Post a Comment