Monday, January 22, 2018

ખૂંખાર કૂતરો

       ભો..ભો...કરતો એક ખૂંખાર કૂતરો બાઈક ની પાછળ પડ્યો . કૂતરો સખત દોડ્યો આખરે કૂતરો હાંફી ગયો . આ કોઈ પહેલી વાર નહોતું થયું પણ આ તો લગભગ સો એક વાર આ કૂતરો આમ ખૂંખાર થઈ ને બાઈક પાછળ દોડેલો. પણ આખરે તો આ કૂતરાને હારવાનું જ હોતું ...આ ઘટના કેમ બનતી આજ સુધી એક રહસ્ય જ હતું . આ કૂતરો પાછળ પડતો પણ આજ સુધી કોઈએ જોયો ન હતો. પણ આ રહસ્યની
હકીકત એક દિવસ સામે આવે છે....

      એક શેરી જ્યાં એક કાળી કુતરીએ ચાર ગલૂડિયાને જન્મ આપ્યો. માં એ માં છે એ ભલે માણસની માં હોય કે એક પ્રાણીની માં માં એ માં છે .
આ માં ચારેય ગલૂડિયાને ખૂબ પ્રેમ કરતી . વ્હાલથી એને ચાટતી પછી તો ભૂખ્યા બચ્ચા માં ને ધાવવા મંડા તા...હજી તો એ માનું ધાવણ જ ધાવતાં એટલા જ નાના હતા....ચારેય બચ્ચાં રોજ ખૂબ જ મસ્તી કરતા અને આનંદથી રમત રમતા . આ જોઈ માં ખૂબ રાજી થતી.

    એક દિવસ ચારેય બચ્ચા એની માને ધાવતા હતા . ત્યાં તો અચાનક એક બાઇકની ટક્કર વાગી . ત્યાં તો આખો પરિવાર દૂર જતો ફંગોળાયો . જેમાં માત્ર એક જ ગલૂડિયું ઘાયલ હાલતે જીવીત રહ્યું...જેને નક્કી કર્યું હતું કે આનો બદલો લીધા વગર હું પ્રાણ નહિ છોડું . એ રોજે બાઈક આવવાની રાહ જોતો બેસી રહેતો જેવું બાઇક એ જગ્યાએથી પસાર થતું કે એ લપાઈને બેઠો હોતો . અને અચાનક જ એ હુમલો કરવા પાછળ પડતો . એક વખત તો એ પાંચેક કિલો મીટર જેવો પાછળ દોડેલો પણ એ પહોંચી શક્યો નહી.

   આમને આમ વરસો વીતી જાય છે . હવે આ કૂતરા પાસે એટલી શક્તિ ન હતી કે એ પાંચેક કિલો મિટર જેવો દોડી શકે.પણ આ વખતે એક બાઈક અલગ જ અંદાજેથી આવતું હતું . બસ એ જોઈ કૂતરો નજર માંડી ને બેઠો હતો .બાઇકની સ્પીડ ખૂબ જ તીવ્ર હતી . કૂતરાને આજે અજુગતું લાગતું હતું . એનો ઉત્સાહ વધી ગયેલો હતો. કૂતરાને ને જોતા એવું લાગતું હતું કે આજે એનો દૂશમન આવી રહ્યો છે.કૂતરાને એ ઘટના આજે ફરી ચોખ્ખી નજરે આવતી હતી . આજે જાણે કૂતરાને એવું લાગતું કે આજે મારી સોંગંદ પૂર્ણ થવા જઈ રહી છે.
       બસ બાઈક કૂતરાની ખૂબજ નજીક હતું કૂતરો એ બાઈક ને બાઈક ચાલકને બરાબર ઓળખી ગયો હતો.
ત્યાં તો કૂતરે તરાપ મારી ને કૂતરો દૂર જતો ફંગોળાયો. કૂતરે ત્યાં જ પ્રાણ છોડ્યા !પણ કેમ જાણે આજે પણ આ ખૂંખાર  કૂતરો બાઇકની પાછળ પડે છે.....

અંશ ખીંમતવી....

No comments:

Post a Comment