Sunday, December 24, 2017

ગીત

ખબર છે તું નહિ મળવાની
જિંદગી એકલા જીવવાની

દરિયે ભરતી ઓટ થવાની
જિંદગી ઊથલ પાથલ થવાની
તે છતાં નાવડી હંકારવાની
                                જિંદગી એકલા.....

પતજર ની મૌસમ આવવાની
રગે રગ સૂકી થઈ  જવાની
કાયા મૂળીયાં સમેત ઊથલવાની
                                  જિંદગી એકલા......

પ્યાર , મહોબ્બત ગઈ જવાની
હાથ પર હાથ એ ગઈ દિવાની
અંશ હાલત આ કહી જવાની
                                 જિંદગી એકલા.....
ખબર છે તું નહિ મળવાની
જિંદગી એકલા જીવવાની .

અંશ ખીંમતવી

No comments:

Post a Comment