Friday, December 22, 2017

અછાંદસ

મમ્મી ભણી હતી !

થર થર ધ્રૂજતા શિયાળાની વહેલી
સવારે રસોડું જાગી ગયેલું હોય
આછા અંધારે ,
પાણી ગરમ થઈ ગયેલું હોય ,
ચા તૈયાર થઈ ગઈ હોય ,
અરે ! નાસ્તો પણ .
હું હજી પથારીમાં હોઉ
આંખ ચોળતો બેઠો થાઉ
ને પછી મારે તો
નાહવાનું , ચા પી , નાસ્તો કરી
ને  થેલો
લટકાવી દેવાનો મોજથી ,
આવું તો રોજ બરોજ .
આજે હર્ષના આંસુઓ અને
સુખ બોલે છે
હું નહિ
" મમ્મી જ ભણી હતી " !

અંશ ખીંમતવી ( મમ્મી , પપ્પા અને હું માંથી)💐

No comments:

Post a Comment