હ્રદયમાં આગ લગાવી ગયા તમે,
ન પૂર્ણ મને સળગાવી ગયા તમે!
મૃત્યુ ની કબર પર તો ઠીક છે ફૂલ,
જીવતા લાશ સજાવી ગયા તમે .
મન કરે છે તમારી તસવીરોને આગ લગાવી દઉ,
મારા જ અશ્રુએ અશ્રુએ તણખા લગાવી ગયા તમે.
પથ્થર દિલ તમારું એક દિ જરૂર પીગળશે,
અમારી લાગણીઓને ઊભરાવી ગયા તમે !
શ્વેત " ઓઢી સૂતો કફન તમારા પ્રણયનું ,
જિંદગી અમારી હચમચાવી ગયા તમે !!!
શ્વેત " મેવાડા ભાનુ
22- ૦9 -2016
No comments:
Post a Comment