Wednesday, September 21, 2016

જરૂર નથી !!

એક પળ તું મારાથી દૂર નથી ,
આ શ્વાસની હવે જરૂર   નથી !

ને તિરસ્કાર કર્યો મારા પ્રેમનો
તે  છતાં તમારો કસૂર   નથી !

હ્રદય દરિયામાં લાગી વિરહીં આગ ,
પાણી છે પાસ  ,શું મજબૂર નથી ?!

રિમઝીમ રિમઝીમ  ભીંજાય છે જોબન,
મારી એકલતામાં  પ્રેમના શૂર નથી !

શ્વેત ' ભાંગી પડ્યો જીવન જીવતા પહેલા,
હે  ઈશ્વર  તું કહે  છે કે મારી જરૂર નથી!!

શ્વેત ' મેવાડા ભાનુ
21 -9-2016

No comments:

Post a Comment