Wednesday, September 21, 2016

પ્યાર જોઈએ

��પ્યાર જોઈએ��

મને મારો પ્યાર જોઈએ ,
ન બીજો વહેવાર જોઈએ .

તમે કરી નાખો કાંટાનુ કતલ,
ફૂલ પર એક  ન વાર જોઈએ!

કેદ રહો આ જીવન તમે ઘરમાં ,
જોડાઈ રહીએ એવો તાર જોઈએ

ટીપ ટીપ ના તરસાવો  તમે ,
આ પ્રેમ મારે લગાતાર જોઈએ .

શ્વેત " ભલે એ જમાનાનો પ્રેમ ,
ફરી આજ પ્રથમ પ્યાર જોઈએ.

શ્વેત " મેવાડા ભાનુ ��

No comments:

Post a Comment