Friday, September 23, 2016

તમે શું કર્યું !!!!

��તમેં શું કર્યું !!!��

બાણો પર બિછાવી તમે શું કર્યું ?
મને આરપાર ચીરી તમે શું કર્યું !

આંખોથી આંખ મિલાવી ગુનો તમે પણ કર્યો હતો,
અમારી આંખને સજા ફરમાવી તમે શું કર્યું?!

જેટલા દૂર છો એટલા જ નજદીક તમેં છો ,
અમારા શ્વાસની અટકાવી તમે શું કર્યું!

આ કાગળ ને કલમ સરીખા હૃદયથી એક હતા ,
મધ દરિયે શાહી ખૂટાડી તમે શું કર્યુ !

શ્વેત" ની એક ભૂલ એકરાર ન કરી શક્યો,
હથેળી એ મહેંદી મૂકાવી તમે શું કર્યું !

શ્વેત " મેવાડા ભાનુ
23-૦૯-૨૦૧૬

No comments:

Post a Comment