ગઝલ .....જાઉ છું
આંસુઓ આવતા તૂટતો જાઉ છું ,
છું દરીયો હવે ખૂટતો જાઉ છું .
આવતા ને જતા રોજ મળતા હતા ,
આજ હું આંખ ને લૂંછતો જાઉ છું .
દૂરથી જોવુ છું ચાંદના રૂપને ,
અંબરે પામવા ઊડતો જાઉ છું .
ગમ રહ્યો એટલો ભાનમાં હું નથી ,
મારુ સરનામુ હું પૂછતો જાઉ છું !
ભૂલતા ભૂલતા આજ હું પ્રેયસી ,
"શ્વેત "હું કાયમી ઊંઘતો જાઉ છું !
- મેવાડા ભાનુ " શ્વેત
૧૭ -૦૯-૨૦૧૬
No comments:
Post a Comment