Friday, December 9, 2016

સંજના ....

સંજના ..... લઘુકથા ..

Hi ...  કેમ છે ?  કેમ ઘણા દિવસથી online  નથી આવતી ? એ સાંભળને ? ચાલને વધારી  ઝડપભેર કરી પાંપણો જમીન પર રાખી મૌન થઈ સંજનાં ચાલી ગઈ .  ઘેર આવી રૂમમાં ગઈ.  ચહેરા પર ઉદાસી છવાયેલી હતી . આંખ ફૂટું ફૂટું થઈ રહી હતી . થોડીક ક્ષણમાં ચોધાર આંસુઓ ગાલપર આવી ગયાં. 

 . . . કેમ બોલતી નથી ? વાત તો કહે શું થયું છે ઘણા દિવસથી તું આમ જ સૂનમૂન આવે છે ને પછી વહી જાય છે બોલ પ્રશ્ન શું છે ? અંતિમ ના આ બોલ  જાણે સીધા  હદયપર અસર કરતા હોય એવું લાગતું ,પણ અંતિમ તો સાવ નિર્દોષ  હતો . અંતિમ ઘેર ગયો. સાંજની વેળાએ સંજનાના વિચારો ના ચકડોળે ચડ્યો . કેમ એ આજકાલ મારાથી દૂર ભાગે છે ? મને એ પસંદ નથી કરતી કે શું ? પણ હું તો એનો પાક્કો  યાર છું . ચલ કાલે આવવાદે કોલેજમાં એનો પ્રશ્નનો હલ કરી જ લઉ .

 . . . . સવાર પડી .અંતિમ ના મનમાં એજ વિચારો વલોવાતા હતા. અંતિમ ઝડપથી બસમાં બેસી ગયો . રોજ કરતાં એ આજે વહેલો કોલેજમાં આવી ગયો હતો . એની નજર સંજનાને આમતેમ શોધતી હતી . પણ ક્યાંય એ દેખાતી ન હતી . સમય વીતી ગયો હતો. પણ સંજના ક્યાય મળી નહિ . આજે  એ આવી કેમ નહિ ? અંતિમના ચહેરા પર ઉછાટ દેખાઈ આવતી હતી . એ મળવા માટે તડપતો હતો . એક દિવસ  બે દિવસ એમ કરતા આજે અઠવાડિયું વીતી ગયું .

      આ બાજુ અંતિમના ઘરે ઢોલ ને શરણાઈ ઓ ગૂંજવા માંડી. ચારેબાજું આનંદ ઉલ્લાસ હતો .વરઘોડાની તૈયારી થઈ રહી હતી . ચારે દિશામાં આનંદ છવાયેલો હતો .આ બાજુ સંજનાની હાલત એજ હતી. દિવસ અને રાત ક્યાં જાય છે કશુંય ભાનમાં ન હતું . બસ એક જ વાતનું ભાન હતું કે એ " અંતિમ ને એ પ્રેમ કરે છે "........"!

મેવાડા ભાનુ " શ્વેત
09,12,2016

No comments:

Post a Comment