Monday, September 19, 2016

દુઃખ !

એક પછી એક આવ્યા કરે  દુઃખ !
ઈશ્વર છે કે વાવ્યા કરે  આ દુઃખ !

માનવી બિચારો કેવી રીતે જીવી શકે ,,
શ્વાસો શ્વાસોમા  ફરે આ દુઃખ !

ક્યાં ગઈ છો ઓ સુખની શાંતી ?
ચારે કોર મંડાતું ફરે  દુઃખ , દુઃખ !

ન પૂછો કોઈ મને દુઃખ ની વ્યાખ્યા ,
નખશીખ ભરેલું  ફરે દુઃખ , દુઃખ !

શ્વેત " કાગળ પર વહેંચાઈ રહ્યું છે દુઃખ ,
ને છતાં  ક્યાં ઘટતું ફરે આ દુઃખ !!

શ્વેત " મેવાડા ભાનુ

No comments:

Post a Comment