નજર પડી !
તબીબે તપાસ કરી તો ખબર પડી ,
રગે રગમા તારી બીમારીની અસર પડી !
એ કારણે ચાલી રહ્યો છું આગ પર ,
તારા સિવાય મારી ન ક્યાંય નજર પડી !
ગમે છે એટલે જ લખુ છું તમારી પર,,
બાકી ગઝલમાં ઘણીએ બહર પડી !
સમયના સંજોગે ચાલવું પડ્યું હતું ,
ખ્વાબોમાં તમારી એક એક સફર પડી .
એક એક સંબંધીઓ સજાવ્યો છે મને,
તમારી રહી ઊણપ એ કબર પડી !
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment