ખત મારો સમજી શકે તો સમજી જાજે ,
પ્રશ્નો છે બધા મારા જવાબ સમજી જાજે .
આપી શકે તો દિલ તારું આપી જાજે ,
મારા દિલને આમ એકલું ના છોડી જાજે .
આમ ના સમજુ કે તું મને પ્રેમ કરે છે ,
જતી વખતે મારા સામું જૉઈ જાજે.
ત્યારે માનીશ કે તું છે મારા કહ્યામાં ,,
સ્વપ્નમાં બોલાવું ત્યારે તું આવી જાજે.
આવશું તારા જ ઘરે તારી જ સામે ,,
અજાણો ઘણી મને ના ઠુકરાવી જાજે .
શ્વેત " ને ચાહે છે તો વાત કહી દેજે ,
મારી આ ગઝલનો જવાબ થઇ જાજે .
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment