Monday, September 12, 2016

જવાબ દેતી જાજે


જવાબ દેતી જાજે

ખત મારો સમજી  શકે તો સમજી જાજે ,
પ્રશ્નો છે બધા મારા જવાબ સમજી  જાજે .

આપી શકે તો દિલ તારું આપી જાજે ,
મારા દિલને આમ એકલું ના છોડી જાજે .

આમ ના સમજુ કે તું મને પ્રેમ કરે છે ,
જતી વખતે  મારા સામું  જોતી   જાજે.

ત્યારે માનીશ કે તું છે મારા  કહ્યામાં ,,
સ્વપ્નમાં બોલાવું ત્યારે તું આવી જાજે.

આવશું તારા જ ઘરે તારી જ સામે ,,
અજાણો ઘણી મને ના ઠુકરાવી જાજે .

શ્વેત " ને ચાહે છે  તો  વાત  કહી દેજે ,
મારી આ  ગઝલનો જવાબ દેતી  જાજે .

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment