વાટ નિરખતું નથી દેખાતું કોઈ મને ,
મારુ હૃદય કેમ તમારી બાજુ ખેંચાય છે?
આ મોજાઓ ને કહી દો આમ ન ઊછળે,
વિયોગના દિવસો અમારા જાય છે!
કોઈની કમી નથી છે ચારે બાજુ મહેફીલ જેવું,
ને છતાંય ક્યાંક ખાલી ખાલી વર્તાય છે .
હ્રદયનીને ધોઈ ધોઈ લખી ગઝલમે ,
તને ખાલી શબ્દો જ કેમ વંચાય છે?
ચાર ખભા પર જઈ રહ્યો હતો હું ભલે ,,,
તમને મારૂ મોત ક્યાં સમજાય છે!
રાખ બની હું પડ્યો ભલે પડ્યો ,
શ્વેત " પવનના કારણે હજી ફંગોળાય છે .
રાખ મારી આવી તમારા ઘર સુધી ,,,
પ્રેમ મારો મર્યા પછી ક્યાં સમજાય છે!
જિંદગી આખી લખી ગઝલ મેં
આંખનું પાણી ક્યાં ખાલી થાય છે !
ભરી ભરી ન જામ બનાવ ઓ સાકી !
પીધા વગર ક્યાં ભાનમાં રહેવાય છે .
શ્વેત " મેવાડા ભાનુ
No comments:
Post a Comment