Thursday, June 30, 2016

મળ્યા કરું


બસ  એટલે  પલળ્યા  કરું
મૌસમ છે તો   મળ્યા  કરું

કામ  છે  શું બીજું   મારું
આંખ  છું    જોયા    કરું

છલોછલ  થાય  જો  વેદના
ગાલ ને  રસ્તે વહાવ્યા  કરું

અપવાદ  જેવું પણ  થાય છે
અપના   વાદ ને   નમાવ્યા  કરું

આગમન  થવાનું છે એમનું
માટે   ગઝલો  સજાવ્યા કરું

- મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment