Friday, July 15, 2016

પ્રેમ કરવાનું જતુ કર્યું

અણગમતું અમે ગમતુ કર્યું ,
ચહેરા પર  ચિત્ર હસતુ કર્યું .

દિલ  હોય છે લાગણીથી ભર્યું ,
અમે ખુદ  એને તડપતુ કર્યું !

પાંખ તો  કાપી જ નાખી હતી એમને ,
રાતે   સ્વપ્ન  તમે  ઊડતુ કર્યુ !

ચાલ તમે  કેવી રમી ગયા સાથે
ડૂબ્યા ! મડદુ અમારુ તરતુ કર્યું !

એટલા રડ્યા કે થાકી ગયાં ,
ત્યારથી પ્રેમ કરવાનુ જતુ કર્યું !!

શ્વેત " મેવાડા ભાનુ ✍��

No comments:

Post a Comment