મને ભૂલવાની આદત નથી
મારામાં એટલી તાકાત નથી
કેશ ચાલે છે બે હદયો વચ્ચે
ચાલી રહે એવો વિવાદિત નથી
ગઝલોમાં રોજ તારું નામ લખાય છે
પ્રણયમાં હવે હું નવોદિત નથી !
ઝંખનાઓ કાયમ રહેવાની પામવાની,
છે તારામાં એવી કોઈ ખાસિયત નથી .
દરીયાની વચ્ચે પણ તરસ્યો ઊભો ,
પ્રેમમાં છીપાવાની 'શ્વેતને' ત્વરિત નથી .
શ્વેત " મેવાડા ભાનુ
No comments:
Post a Comment