Sunday, June 12, 2016

પથ્થર દિલ છે કે શું

તમોને હવે ઘડીએ પળ મળતી નથી ,,,,
અમોને નગરમાં પોળ મળતી નથી .

શું કારણથી મને તે પ્રેમ કયોઁ ?
કારણ જાણવા આંખ તારી જડતી નથી .

એટલા નીકટ આવ્યા હવે વાત શું કરવી,
મૌન ભાષા મારી હજીયે સમજતી નથી .

દિલમાં  આગ લગાવું કે આંસુઓ વરસાવું ,
પથ્થર દિલ છે કે શુ લાગણી ઊભરાતી નથી .

હું  રહ્યો  " ભાનુ ' એ નામધારી સંધ્યા ,
હાજર હોઉ ત્યારે હાજરી હોતી નથી!!!

શ્વેત " મેવાડા ભાનુ ��

No comments:

Post a Comment