સંધ્યા ને રોજ ખીલવુ ગમે ,
શ્વેત ' ને રૂપ તારુ જોવું ગમે.
એક નજર જો તારી મળે ,
જીવન આખુ અંધારું ગમે .
તડપે જો તું ધરતીની જેમ ,
મને વરસાદની જેમ રોવુ ગમે,.
હૈયેથી હૈયાને જો ઘાયલ કરે !
પ્રેમથી મને મરવું ગમે .
નસીબમાં નથી રૂપેરી આ ચાંદની.,
શ્વેત 'ને સૂરજની જેમ બળવુ ગમે .
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment