Sunday, January 29, 2023

'ફલાણા રો છોકરો  20 વર્ષથી
ભણે રો 
નોકરી લાગી કોય ? 
હવે તારે કોય ભણવું ને શોનું મોનું
ધંધે લાગ ને ધંધે!'
આ વખતે તો
બખાળા કાકા ને બતાવી દઉં
મારી
વીસ વરહની મજૂરી.
કાલે પરીક્ષા છે બસ 
સવાર પડવા દે,
કૂકડો બોલવા દે
કાલે
સવાર તો પડ્યું પણ
 કૂકડો ના બોલ્યો!!
બોલ્યું
તો ફુટેલું પેપર 
અને
નકરી પરસેવાની  આહ...આહ...આહ !

--અંશ ખીમતવી

No comments:

Post a Comment