Tuesday, March 15, 2022

બાળગીત

બાળગીત 

એક તારો ટમકે છે સોનેરી સવાર છે
રાત અંધારી છટકે છે સોનેરી સવાર છે 

સૂરજ દાદા ઝબકે છે સોનેરી સવાર છે
પંખીઓ કલરવ કરે છે સોનેરી સવાર છે.

ઝાકળ મોતી ચમકે છે સોનેરી સવાર છે
ફૂલો સુંદર ખીલે છે સોનેરી સવાર છે

રસોડા વાસણ ખણકે છે સોનેરી સવાર છે
ભૂલકાંઓ આંખ ચોળે છે સોનેરી સવાર છે

સોનાનો સૂરજ ઉગે છે સોનેરી સવાર છે
માનવ મેરામણ જાગે છે સોનેરી સવાર છે.

=અંશ ખીમતવી

No comments:

Post a Comment