બાળગીત/પતંગ ચગેરે
પતંગ ચગેરે મારો લાલ લીલો પીળો
આભલો લાગે કેવો લાલ લીલો પીળો
ઉલ્લાસ છવાયો આજ સૌને ધાબેરે
ગીતો વાગેરે એ ય કાપ્યો રે કાપ્યો
પતંગ ચગેરે મારો લાલ લીલો પીળો
નાના મોટા સૌ ખાય ઉંધીયું ને ચીક્કી
કોઈ પતંગ ચગાવે ને કોઈ પકડે ફીરકી
પતંગ ચગેરે મારો લાલ લીલો પીળો
ઉતરાયણ આવી રે સૌને રે મેડીએ
પારેવા ને બચાવીએ બોલીએ શેરીએ શેરીએ
પતંગ ચગેરે મારો લાલ લીલો પીળો..
પતંગ ચગેરે મારો લાલ લીલો પીળો
આભલો લાગે કેવો લાલ લીલો પીળો
=અંશ ખીમતવી
મકરસંક્રાંતિની લાલ પીળી શુભેચ્છાઓ🌸
No comments:
Post a Comment