બાળગીત પેલો તડકો
શિયાળામાં પ્યારો લાગે પેલો તડકો
કડકડતી ઠંડી ને ભગાવે પેલો તડકો
મારા ગાલ પર બેઠો પેલો તડકો
મારા ભાલ પર બેઠો પેલો તડકો
છોડનાં ફૂલમાં સમાયો પેલો તડકો
માટીના કુંડામાં નાહ્યો પેલો તડકો
મારા આંગણામાં નાચ્યો પેલો તડકો
ભીંત બારીમાં રાચ્યો પેલો તડકો
મારા ઘરને અજવાળે પેલો તડકો
ઘેરા અંધારાને ભગાવે પેલો તડકો
- અંશ ખીમતવી
No comments:
Post a Comment