Tuesday, August 31, 2021

તમન્નાઓ

અરમાન નથી મને પ્રેમ કરવાના
કે નથી દિલ ધડક વાત કરવાના
કોઈ એવી તાલાવેલી પણ નથી
કોઈના કોલની, 
કે નથી કોઈના પ્રેમ ભર્યા શબ્દો સાંભળવાની
કે કોઈએ શુ પહેર્યું?
વાળ કોરા રાખ્યા કે નહીં?
આંખોમાં કાજલ નાખી કે નહીં?
લટ ગાલ પર રાખી કે નહીં?
ગુલાબી હોઠ રંગ્યા કે નહીં?
એ આવશે અને હમણાં મારા ચહેરા પર
ખુશીઓના ફૂલ ખીલી ઉઠશે
આ બધી તમન્નાઓ
તે જયારથી છોડી મુક્યો
ત્યારથી મરી પરવાઈ છે!

-અંશ

No comments:

Post a Comment