Wednesday, April 14, 2021



સમય કેટલો સડસડાટ ચાલે છે
જાણે કે મનની ગતિ!
હજી કાલે તો શેરીમાં લખોટી રમતા તા 
અને હા બીજી ઘણી રમતો :ઇટિયો ટીટીયો,
સંતાકૂકડી , સાંકળા આઠ, લંગડી અને પેલી
રમત સીપળા તો વરસાદમાં અચૂક રમતા .....
શરીર 
ક્યારે પલટાઈ ગયું ખબર જ ન પડી !
આ કરીશું તે કરીશું પેલું લાવીશું કેટલાય અરમાનો અધૂરા તો કેટલાક પુરા થયા..
પણ
આજે
જ્યારે આંખો મીંચીને ચિતાપર સૂતો છું તો 
એવું લાગે કે 
જિંદગી  એક ધુઆ..ધુઆ....

- અંશ ખીમતવી

No comments:

Post a Comment