માધવ તું ક્યાં સંતાયો ?
અવનીપર કોરોનાનો કેર મંડાયો
માધવ તું ક્યાં સંતાયો ?
કહેતો હતો જયારે સંકટ હશે આવીશ,
નવો જન્મ ધારણ કરીને ઉગારીશ
બોલ આજ ક્યાં તું ફસાયો ?
માધવ તું ક્યાં સંતાયો ?
પથરોમાં શ્વાસ તું પુરનારો
રાક્ષકોને પળમાં હરનારો ,
કોરોનામાં માણસનો શ્વાસ રૂંધાયો
માધવ તું ક્યાં સંતાયો ?
વિશ્વાસ હવે ડગમગી રહ્યો છે
ધરતી પર પાપ, ભષ્ટાચાર વધી રહ્યો છે
શું યશોદાએ તને હજી નથી જગાડ્યો !
માધવ તું ક્યાં સંતાયો ?
માધવ તું ક્યાં સંતાયો ?
અવનીપર કોરોનાનો કેર મંડાયો
માધવ તું ક્યાં સંતાયો ?
- અંશ ખીમતવી.....
No comments:
Post a Comment