Saturday, March 13, 2021

તને યાદ છે?


એકવાર હું તને 
અઠવાડિયું નહોતો દેખાયો
જાણે જોઈને હું તારાથી દુર રહેતો હતો
તને નફરત કરવા લાગેલો
પણ ભીતરમાં અગાઢ પ્રેમ હતો
ત્યારે તે
ત્રણ પત્રો લખીને  લાગણીઓ
વ્યક્ત કરી હતી,
મારી ચિંતા કરી હતી
તારો પ્રેમ અભિવ્યક્ત કરેલો
એ પત્રમાં તારી આંખોના આંસુઓ સમાયા હતા
ફક્ત 
અઠવાડિયા માટે  તે અપૂર્વ પ્રેમ દર્શાવી
અંશ પ્રત્યેની પ્રેમની લાગણી વ્યક્ત કરી હતી 
એજ તું છે અને આજે એ જ તું છો
ત્રણ વર્ષ થવા આવ્યા પણ
હજી તે ક્યારે અંશના સમાચાર પૂછ્યા નથી!
ક્યાં ગયો તારો અંશ ?
ક્યાં ખોવાઈ ગયો તારો પ્રેમ?
બોલ?

- અંશ

No comments:

Post a Comment