પ્રેમ સાચો હોય પણ મળતો નથી,
લેખ ન્યારા ઈશ પણ લખતો નથી !
યાચનામાં તું જ છે બસ હોઠ પર,
આજે કોઈ તારલો ખરતો નથી !
ગાઢ મૈત્રી ઝાડ સાથે એવી કે ,
દર્દ મારું જોઈ ફરફરતો નથી !
બહુ ભરોસો મેં કર્યો તો એની પર
એ પછી દિલપર સિતમ કરતો નથી!
કેમ માનું યાદમાં તું પણ રડે ,
ક્યાંય ભીનો વાયરો વાતો નથી !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment