Sunday, December 6, 2020

તને યાદ છે?

તને યાદ છે? 


તને યાદ છે ?
તે એકવાર બ્લ્યુ સાડી પહેરેલી
અને એમાં તું બહુ જ સુંદર લાગતી હતી
પછી મેં તને 
ફરીવાર એ જ સાડી પહેરવાનું કહ્યું,
પણ
તે આજ -કાલ કર્યા જ કર્યું
અવનવા બાના કર્યા
ખબર નહિ કેમ જાણે?
અને અંતે 
એક દિવસ 
તે સરપ્રાઈઝ આપી ખરી
સુહાગની લાલ સાડી પહેરીને...


- અંશ ખીમતવી....

No comments:

Post a Comment