Sunday, October 18, 2020

તું મારો જીવ બની રહેતી હતી
પ્રેમનું મીઠું ગીત બની રહેતી હતી
અચાનક તે અંશના ઉજ્જડ જીવનમાં
આનંદના ફૂલો ખીલવી દીધેલાં....
તારી સાથે વાત કરતા એવું લાગતું કે
મારે કશાની હવે જરૂર નથી,
મારે મન તું જ જાણે સર્વસ્વ હતી...
તું ઇશ્વર બની આવી હતી..
અને વસંત રેલાવી હતી...
તારો મારાપર બહુ ઉપકાર છે 
તું  પ્રેમની ઔષધી લઈ અંશને  ઠીક કરી દીધેલો..
હું પણ
તારામા એકલીન થઈ ગયેલો..
તારી જ પૂજા કરતો..
મને ખબર નથી તારો પ્રેમ એક દિવસ 
મને ચીરીને આરપાર નીકળી જશે !
અને એ પણ તારા "ઘા'" થી!!

- અંશ

No comments:

Post a Comment