Friday, October 23, 2020

તને યાદ છે?


તને યાદ છે ?
તું મને અંગ્રેજી વ્યાકરણ શીખવતી
અને હું શીખતો,
સાચું કહું તો વ્યાકરણ તો એક બહાનું હતું
મારે મન તો ફક્ત તારી સાથે વાતોમાં ડૂબીને રહેવું હતું...
આજે વીતેલી પળો જ્યારે યાદ આવે છે
ત્યારે 
ફરી તારામાં ડૂબવા મન આતુર થાય છે
પણ
તે
સરનામુ બદલી નાખ્યું છે મારા પ્રેમના દરિયાનું!!

- અંશ

No comments:

Post a Comment