Tuesday, October 6, 2020

કયારે મળીશ?

ક્યારે મળીશ?

  નદી કિનારે કે કે ઉપવનમાં 
  કે કોઈ નિર્જન રસ્તાપર
  કે પછી મુસાફર તરીકે બસમાં...
  કઈ ખબર નથી ક્યારે મળીશ!

  એકલા કે પછી સહકુટુંબ !
   દિવા સ્વપ્નમાં , ભીની પાંપણોમાં
   યાદોમાં ?
   એમાં તો રોજ મળે છે.
   પણ
   તું
   ફરી ક્યારે મળીશ,
   આ જન્મે તો નહિ  જ મળે!
   કારણ 
   નથી દર્શાવતો 
   તું મારુ મૌન સમજી જાજે!


- અંશ ખીમતવી
   

No comments:

Post a Comment