પહેલા સર્વસ્વ મારી થવા માંગતી હતી
સુખ હોય કે દુઃખ એક થવા માંગતી હતી
ધીમે ધીમે
વિશ્વાસ ભરપૂર બંધાણો
જાણે કોઈ વ્યસની ..
એક બીજા વગર ઘડીએ ન ચાલે કોઈને
સાથ જીવવા મરવાની વાતો થતી
કસમોની હારમાળા થતી
આંસુઓનો વરસાદ હતો
સાચે જ્યારે એકબીજા સાથે પ્રેમ હતો!
સમય ક્યારે વળાંક લીધો કઈ ખબર ન પડી
કઈ કસમો, કઈ વાત અને કયો પ્રેમ
બધું
એક જ સમયે પારકું કરી
કોઈનો હાથ પકડી મારી લાશ પરથી ચાલી ગઈ તું!!
-- @nsh khimatvi
No comments:
Post a Comment