Saturday, September 19, 2020

હદ કરી!

મુજને ભૂલીને આપે હદ કરી ,
દિલને તોડીને આપે હદ કરી !

જીવની તો જેમ સાચવતા હતા ,
શ્વાસને છોડીને આપે હદ કરી ! 

આંસુઓનો શું હવે હિસાબ કહું,
લાગણી ફોડીને આપે હદ કરી ! 

જીવવાની કસમો ખાધી ક્યાં ગઈ ?
છોડ એ!  ખાઈને આપે હદ કરી ! 

ભૂલે ચુકે ક્યાંય મળતા નહિ તમે ,
જિંદગી રોળીને આપે હદ કરી !!

- અંશ ખીમતવી


No comments:

Post a Comment