Wednesday, September 16, 2020

તું તો સામું જોઈને એકવાર હસી ગઈ,
પણ જેના દિલમાં વસી ગઈ એનું શું?

તું તો પ્રેમમાં એની સંગ ટાઈમ પાસ કરે છે,
પણ જે બધું છોડી સહવાસ કરે છે એનું શું?

તું તો એકથી વધુ સંગ પ્રેમની રમત રમે છે ,
પણ અજાણ સાચી મહોબત કરે છે એનું શું?

તું તો આંસુઓ મગરીની  માફક વ્હેવડાવે છે,
પણ દિલના દર્દમાંથી  ટપકતા હોય એનું શું?

તું તો કોઈ પારકા સંગ જિંદગી વિતાવવાની છે,
પણ જેને તારી સંગ વિતાવવાની છે એનું શું? 

એક્વાર વિચાર કરી ને કરજે મહોબત 'અંશ'
વિચાર કર્યા વગર કરીશ તો પછી એનું શું ?

- અંશ ખીમતવી








No comments:

Post a Comment