કાનાના મોબાઈલમાં રાધાની રિંગટોન વાગી
સૂતેલી ગોપીઓ સફાળી સાંભળીને જાગી..
કાનાના મોબાઈલમાં રાધાની રિંગટોન વાગી..
ગોકુળના ગોવાળો બધા ભેગા થયા ને ,
કાન શું બોલે જાણવાની ઉત્સુકતા જાગી !
કાનાના મોબાઈલમાં રાધાની રિંગટોન વાગી...
કાનાની આંખો જરા ટપકે ટપકે ને ટપકે
ત્યાં તો રાધા સામેથી બોલી કાના બંસી કેમ ત્યાગી?
કાનાના મોબાઈલમાં રાધાની રિંગટોન વાગી...
કાનો બિચારો કેમ કરી બોલે રાતો કેટલી જાગી !
રાધાના વિરહમાં કાનાએ પ્રેમ ધૂન ત્યાગી...
કાનાના મોબાઈલમાં રાધાની રિંગટોન વાગી...
- અંશ ખીમતવી...
No comments:
Post a Comment