Tuesday, August 11, 2020

મારો કાનુડો....

*મારો કાનુડો* 

નથી ગોકુળમાં કે નથી ઉપવનમાં...
નથી યમુના કિનારે નથી વનરે વનમાં....
મારો કાનુડો ક્યાં સંતાયો રે....
ગોતી થાકી થાકી રાધા રૂપાળી.......
ગોતી થાકી થાકી રાધા રૂપાળી.......

હું તો ગઈ તી યશોદાને પૂછવા 
હું તો ગઈ તી ગોપીઓને પૂછવા 
મારો કાનો ક્યાં સંતાયો રે..
એ તો માના પાલવમાં ન છુપાયો રે...
એ તો ગોપીઓના પ્રેમમાં ન ફસાયો રે....
મારો કાનુડો ક્યાં સંતાયો રે.......
                                 ગોતી...

હું તો ગઈ તી ગોવાળોની ટોળકીમાં 
હું તો ગઈ તી  રાસની રમઝટમાં....
મારો કાનો ક્યાં સંતાયો રે...
એ તો મિસરીમાં ના દેખાણો રે.....
એ તો  બંસીમાં ના નજરાયો રે....
મારો કાનુડો ક્યાં સંતાયો રે.....
                                 ગોતી...
નથી ગોકુળમાં કે નથી મથુરામાં....
નથી યમુના કિનારે નથી વનરે વનમાં....
મારો કાનુડો ક્યાં સંતાયો રે....
ગોતી થાકી થાકી રાધા રૂપાળી.......
ગોતી થાકી થાકી રાધા રૂપાળી.......

- અંશ ખીમતવી

No comments:

Post a Comment