Tuesday, August 18, 2020

મિટિંગ

ઊંઘ ઉડે ને કોલ આવે આજે સાહેબ મિટિંગ !
રોજ બરોજ કરવી કેટલી વિચારોની ફાઇટિંગ ! 
ઊંઘ ઉડે ને કોલ આવે આજે સાહેબ મિટિંગ ! 

રોજ હોય એકના એક પ્રશ્ન ,ફલશ્રુતિ પણ એક,
એમાં તો વડી સમયનો કરવો પડે કેટલો વિવેક 
થોડો કોણીએ ગોળ ચોંટાડી કરે છે બધું ફિટિંગ  
ઊંઘ ઉડે ને કોલ આવે આજે સાહેબ મિટિંગ!

કોરોનાની મહામારીમાં થઈ ગઈ પાયમાલી,
મળતો નથી પગારને  શું કામ કરો છો હેરાની 
જાત મહેનત કરવાદોને જોવો પછી બેટિંગ 
ઊંઘ ઉડે ને કોલ આવે આજે સાહેબ મિટિંગ !

- ansh khimtvi

No comments:

Post a Comment