Tuesday, July 14, 2020

વરસાદમાં

ધોધમાર વરસાદમાં 
તને અંશની ભીંજાવાની બીક હતી
કે ક્યાંક તબિયત ન બગડી જાય...
માટે તે
તારી રંગીલી છત્રી આપી હતી 
અને મેં ઝરીકે વેળા ન કરતા લઈ લીધી હતી
કારણ કે 
એ છત્રીમાં તારી મહેક હતી
તારી હાજરી હતી 
તારૂ નાજુક દિલ હતું
તારો પ્રેમ હતો 
આજે
એ યાદ ફરી તાજી થઈ ગઈ
અને
હું
ભીંજાઈ ગયો બે રીતે 
એક વરસાદમાં અને 
વરસાદની આડમાં....

- અંશ ખીમતવી

No comments:

Post a Comment