Friday, July 17, 2020

ગઝલ

ગઝલ / કરે છે.

નયન બાણથી વાર ઘેરો કરે છે ,
કરે પ્રેમ એનો પુરાવો કરે છે .

નથી સૂઝતું કામ ઘરનું બધું એ,
સતત મન તમારા વિચારો કરે છે.

કદી આવશે એ સખી દિલના દ્વારે,
હદય પણ હજારો સવાલો કરે છે !

બેઠા હાથ પર હાથ આજે ધરીને ,
ખરું બેવફાઓ દગાઓ કરે છે !  

અનુભવ થયો પ્રેમમાં એવો જાણે,
સમય કાઢવા આંખ મારો કરે છે !

- અંશ ખીમતવી......


No comments:

Post a Comment