પ્રેમમાં બહુ કેર લેતી ,
ક્યારે ,કેટલું ,શું જમવું વગેરે....
એની પાછળ તારો મતલબ
ટાઈમપાસ....
અને એમાં તું સફળ પણ નીવડી...
કારણ કે
મને તો ફક્ત આંખો દેખાતી હતી અર્જુનની માફક
આખરે તો તને પામવાનું હતું...
મને શી ખબર કે
તારું લક્ષ્ય દરિયાનો વિરુદ્ધ કિનારો હતો!
હા,
પણ મને એ સમયે ફક્ત તારો સહારો હતો
તે છોડ્યા પછીના સમયનો હું
વર્ણન કરી શકું એમ નથી
ના હક કોઈ
પારકાને રડાવવું ...
ખેર જવાદે બધું
તું
ખુશ છે
જીવનમાં બન્ને હવે ઓળઘોળ છો....
Ansh..
No comments:
Post a Comment